log in

[/html]

Sunday, 12 May 2013

ગુજરાતનો ઈતિહાસ પ્રશ્નો


ગુજરાતનો ઈતિહાસ

ગુજરાતનો ઈતિહાસ
પાષણયુગનો સામાન્ય રીતે શો અર્થ થાય છે ?
જે યુગમાં સામાન્ય રીતે પથ્થરનો સર્વક્ષેત્રે ઉપયોગ થયો હોય તે યુગ.
મહેસાણા જીલ્લાના કયા બે સ્થળેથી પ્રાગૈતિહાસિક સમયના અવશેષો મળી આવ્યા છે ?
કોટ અને પેઢામલી
અમદાવાદમાં આવેલા લોથલની શોધ કોને કરી હતી ?
શ્રી એસ.આર.રાવે
અમદાવાદમાં આવેલા લોથલને તેની પ્રાચીનતાને કારણે ક્યાં પ્રાચીન સ્થળ સાથે સરખાવી શકાય ?
મોહેં-જો -દડો સાથે
શર્યાતિનો પુત્રનું નામ શું હતું ?
આનર્ત
આનર્તના પુત્ર રૈવતના નામ પરથી ગુજરાતના કયા પર્વતનું નામ રૈવતર્ક પડ્યું હતું ?
ગિરનાર પર્વતનું
ઈ.સ.14માં સૈકામાં ગુજરાત-સૌરાષ્ટ્રમાં કોની સતા હોવાનું મનાય છે ?
યાદવોની સતા
ગુજરાતમાંથી મળેલા ગિરનારના શિલાલેખ કઈ ભાષામાં લખાયેલા છે ?
બ્રાહ્મીલીપીમાં
ઈ.સ.1822 માં ગિરનારના શિલાલેખાને શોધી કાઢનાર કોણ હતો ?
જેમ્સ ટોડ
ગુજરાતમાંથી મળેલા શિલાલેખોને શોધી કાઢનાર કોણ હતો ?
જેમ્સ ટોડ
ગુજરાતમાંથી મળેલા શિલાલેખોનું લખાણ ઉકેલનાર (વાંચનાર ) વિદ્વાન-પુરાતત્વવિદ કોણ હતા ?
જેમ્સ પ્રિન્સ્પ્રે
ગુજરાતમાંથી મળેલા ગિરનારના શિલાલેખોમાં કયા-ક્યા રાજાઓના શિલાલેખોનો સમાવેશ થાય છે ?
અશોક , સ્કન્દગુપ્ત અને રુદ્રદામાં
ગુજરાતમાં ગિરનારમાંથી મળેલા અશોકના શિલાલેખોમાં કેટલી ભાષાઓનો (આજ્ઞાઓ ) નો કોતરવામાં આવી છે ?
14 આજ્ઞાઓ
ગુજરાતમાં ગિરનાર શિલાલેખમાં અશોક માટે વારંવાર પ્રિયદર્શી શબ્દ પ્રયોજાયો છે. આવો બીજો કયો શબ્દ પણ તેમાં અશોક અશોક માટે પ્રયોજાયો છે ?
દેવાનામપ્રિય
ગુજરાતમાં અશોકના અવસાન પછી અને મૌર્ય સતાના અંત પછી સૌરાષ્ટ્રમાં કઈ સતાનો ઉદય થયો ?
કુષાણ સતાનો
ગુજરાતમાં કુષાણ સતાના અસ્ત પછી સૌરાષ્ટ્રમાં કઈ સતા સ્થપાઈ ?
ક્ષત્રપ સતા
ક્ષત્રપ વંશી યુવરાજ માટે ક્ષત્રપ શબ્દ વપરાતો હતો .એજ રીતે તેમના મહારાજ માટે કયો શબ્દ વપરાતો હતો ?
મહાક્ષત્રપ
દક્ષિણ ભારતના સાતવાહન વંશના કયા રાજવીએ ક્ષત્રિય રાજવી નરપાનને હરાવીને ક્ષત્રિયોની સતાનો અંત આણ્યો ?
ગૌતમીપુત્ર -સાતકરણી
ક્ષત્રપ રાજવી નહપાનની રાજધાની ક્યાં આવેલી હતી ?
ભૃગુકચ્છમાં
જૂનાગઢમાં આવેલું સુદર્શન તળાવ કોને બંધાવ્યું હતું ?
સ્કંદગુપ્તના સૂબા પુષ્પ્ગુપ્તે

0 comments:

Post a Comment